Questions 7 to 12: In Gujarati

Question 7 to 12: (Asking by Spiritual Science Seeker from Gujarat, Questions asked in Gujarati Language) – Answer is also in Gujarati.

આત્મા કોન આત્મા એટલે શું,
કર્મ નો સિદ્ધાંત કયો અને શું
સેના થકી સુખ દુઃખ ઉદભવે, અનુભવાય,
જન્મ અને મૃત્યુ કોનુ થાય ચેતના તત્વ એટલે શું કોને કહેવાય ચેતના,
ઉર્જા અને ચેતના મા ભેદ શું,
🌷🙏

 

Science (Answers):  

પ્રશ્ન 7: આત્મા કોણ, આત્મા એટલે શું? (Q-7: Who is soul, what is soul?)
જવાબ(Answer): આત્મા એટલે ચેતન(મૂળ પોતે) કે જેનાથી શરીર, મન, વાણી વગેરે ચાલે છે.

પ્રશ્ન 8: કર્મ નો સિદ્ધાંત કયો અને શું? (Q-8: Which & what is law of Karma?)
જવાબ(Answer): કર્મનો સિદ્ધાંત એટલે જેવું કર્મ કરો તેવું પરિણામ આવે. સારા કર્મનું ફળ સુખ અને ખરાબ કર્મનું ફળ દુઃખ.
પરિણામ ભોગવતા હોય તેના પરથી ખબર પડે કે અગાઉ કેવું કર્મ કર્યું હતું!
કર્મ ચાર્જ ત્રણ રીતે થાય: મન, વાણી અને શરીર થકી.

પ્રશ્ન 9: શેના થકી સુખ દુઃખ ઉદભવે, અનુભવાય? (Q-9: What is the source of Happiness and sorrow, why we feel it?)
જવાબ(Answer): સારા-નરસા કર્મનાં ફળ રૂપે સુખ દુઃખ ઉદભવે, ગમતી વસ્તુ મળે તો સુખ અનુભવાય અને ના ગમતી વસ્તુ મળે તો દુઃખ અનુભવાય. અન્યને સુખ આપવાથી ગમતું મળી આવવાના બીજ રોપાય,જેનાં પરિણામ રૂપે ગમતી વસ્તુ મળી આવે ને સુખ પ્રાપ્ત થાય અને અન્યને દુઃખ આપવાથી અણગમતું મળી આવવાના બીજ રોપાય, જેનાં પરિણામ રૂપે અણગમતી વસ્તુ મળી આવે ને દુઃખ પ્રાપ્ત થાય.

પ્રશ્ન 10: જન્મ અને મૃત્યુ કોનુ થાય? (Q-10: Whose birth and death happens?)
જવાબ(Answer): જન્મ અને મૃત્યુ જીવાત્માનું થાય. જ્યાં સુધી અહંકાર હાજર છે ત્યાં સુધી જીવાત્માના જન્મ-મૃત્યુની ઘટમાળ શરૂ રહે છે.

પ્રશ્ન 11: ચેતના તત્વ એટલે શું, કોને કહેવાય ચેતના? (Q-11: What is Chetana Tatva, What is consciousness?)
જવાબ(Answer): ચેતના તત્વ એટલે આત્માની શક્તિ. જેનાંથી શરીર, મન, વાણી વગેરે ચાલે છે તેને કહેવાય ચેતના. જે શરીરમાં વ્યાપ્ત છે ,તે ના હોય તો મન, વાણી, શરીર આ કશું જ ચાલે નહીં. જ્યાં ચેતના હાજર છે ત્યાં સંવેદનાનો અનુભવ થાય છે

પ્રશ્ન 12: ઉર્જા અને ચેતનામાં ભેદ શું?
જવાબ(Answer): ઉર્જા એ ચેતનાની રૂપકમાં આવતી બહારની શક્તિ છે. આત્મા અનંત શક્તિઓનો ભંડાર છે જે ચેતના સ્વરૂપે વ્યાપ્ત છે, તેમાંથી ઉર્જા સ્વરૂપે બહાર આવે છે. તેમ છતાંયે ચેતના શક્તિ ઓછી થતી નથી. પરંતુ તેમાંથી ઉત્પન્ન થતી ઉર્જા વ્યક્તિ વ્યક્તિએ જુદી જુદી હોય છે.

જેમ કે ઉદાહરણ તરીકે દીવો. (Example: Lamp)
1. જ્યોતિ સ્વરૂપ મૂળ તત્વ, કે જે દેખાતું નથી – આત્મા
2. જ્યોત કે જે જોઈ શકાય છે – ચેતના
3. તેમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થઈ અજવાળું ફેલાવે છે કે ગરમાહટનો અનુભવ કરાવે છે – ઉર્જા

પ્રશ્ન પૂછવા બદલ
આભાર,
આધ્યાત્મિક વિજ્ઞાની લલિત
(અંતઃકરણ, આત્મા-પરમાત્મા ભેદ વિજ્ઞાની)
કલ્પદ્રુમ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર.
સુરત, ગુજરાત, ભારત.

Thanks

Spiritual Scientist Lalit

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Open chat