34 Prakruti Na Tatvo

GAP Associates નાં કાર્યસ્થળે મારી હૃદયાત્મક મિટિંગ દરમ્યાન મારા મિત્ર શ્રીમાન અંબરીશ ટી. પરાજીયા (કે જેઓ મારા મિત્ર રવિ પટેલનાં ભાઈ થાય) એ ભારતીય પ્રાચીન ગ્રંથોનું તત્વજ્ઞાન દરેકને વિજ્ઞાનીનાં સંશોધનમાંથી મળે તેવા હેતુથી મને ‘૨૪ તત્વો’ નાં સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો હતો.

જે સૌને વાંચવા મળે તે હેતુથી હું અહીં ‘૨૪ તત્વો’ + ‘૧૨ તત્વો’ અંગેની પોસ્ટ શેર કરું છું.

સૌપ્રથમ તો એ જાણીએ કે અહીં જે પ્રકૃતિની વાત છે તે ‘અનાત્મા’ રૂપી પ્રકૃતિની વાત છે. એટલે કે આપણા જીવ માત્રનાં બે ભાગ છે, એક ‘આત્મા’ અને બીજો ‘અનાત્મા’.

અનાત્મા એ જડ છે કે જેને આપણે ‘પ્રકૃતિ’ તરીકે ઓળખીએ છીએ. અને ‘આત્મા’ એ ‘પુરુષ’ છે કે જેને આપણે ‘ચેતન’ તરીકે પણ ઓળખીએ છીએ.

અહીં જે ‘પ્રકૃતિ’ નાં તત્વોની વાત છે તે જોઈએ તો સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે ‘પ્રકૃતિ’ નાં ૨૪ તત્વો છે કે જે આ પ્રમાણે છે;

  1. મૂળ પ્રકૃતિ (જડ)
  2. મહતત્વ (માન)
  3. અહંકાર
  4. મન
  5. આંખ
  6. કાન
  7. નાક
  8. ત્વચા
  9. જીભ
  10. હાથ
  11. પગ
  12. મોં
  13. ગુદા
  14. જનનેન્દ્રિય
  15. શબ્દ
  16. સ્પર્શ
  17. રૂપ
  18. રસ
  19. ગંધ
  20. અગ્નિ
  21. પૃથ્વી
  22. જળ
  23. વાયુ
  24. આકાશ

સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે ૨૪ તત્વો છે જ, વધુમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમાં ૧૨ તત્વો ઉમેરતાં ભગવદ ગીતા (૧૩,૬) માં કહે છે કે આત્મા છત્રીસ પડદામાં પુરાયો છે. આ ૧૨ તત્વો આ પ્રમાણે છે.

  1. વાચા (વાણી)
  2. વસ્તુગ્રહણ
  3. ચાલવું
  4. મળમૂત્ર ત્યાગ
  5. સંભોગ
  6. ચેતના (મૂળ ચેતના નહિ પરંતુ ભ્રાંતિજન્ય ચેતના – રેફ. કલ્પદ્રુમ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર)
  7. સંઘાત (છત્રીસ તત્વોનું ઐક્ય)
  8. ઘૃતિ (છત્રીસ તત્વોનું ઐક્ય જાળવી રાખતું તત્વ)
  9. ઈચ્છા
  10. સુખ
  11. દુઃખ
  12. દ્વેષ

આમ કુલ ૨૪ + ૧૨ = ૩૬ તત્વો કે જે પ્રકૃતિનાં તત્વો છે. જે શુદ્ધાત્મા પરનું અજ્ઞાનનું આવરણ છે.

About Sc. Lalit Vishwabandhu

Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.